Gujarati saying related to Software Engineer

January 17th, 2009 | Tags:
  • કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
  • જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).
  • પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).
  • QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).
  • પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
  • કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
  • એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
  • ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
  • સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
  • પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.(દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)
  • એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)
  • ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…)
  • ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)
    Source: Kartik Mistry
  1. ઇન્દ્રવદન ગો.વ્યાસ્
    April 19th, 2009 at 04:34
    Reply | Quote | #1

    bahot achche.